રાજપીપલાની સબ જેલ શાકમાર્કેટ માં ફેરવવા ચક્રો ગતિમાન,પાલિકા,વિવિધ વેપારી મંડળ અને ભાજપ શહેર પ્રમુખે કરી લેખિત માંગ

0
18

રાજપીપલા પાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલે ગૃહ અને શહેરી વિકાસ કમિશ્નર ને લખ્યો પત્ર .આવ્યો સહકારનો જવાબ

રાજપીપળા . રાજપીપલા ના મધ્યમાં આવેલો ભરચક વિસ્તાર એવો રાજપીપલા સબ જેલ વિસ્તાર સબ જેલનું મોટું સંકુલ આવેલું છે. સબજેલ નવી બનતા જે હાલ જીતનગર ખસેડી છે અને હાલ આ સંકુલ ખાલી છે ત્યારે રાજપીપળાના લોકો માટે શહેરના માધ્યમા શાકમાર્કેટ બને અને લોકો સરળતાથી અવર જવર કરે એ માટે રાજપીપલા ની જનતાના હિતમાં અને લોક માંગણીઓ ને ધ્યાનમાં રાખી રાજપીપલા તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ કમિશનર ગાંધીનગર અને મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ લેખીત રજુઆત કરી છે એટલુંજ નહીં જિલ્લા આયોજન ની બેઠકમાં પ્રભારી મંત્રી બચુ ખાબડ ને પણ રજુઆત કરી જોકે તેમણે પણ સહકાર ની વાત કરી આટલું થયા પછી હવે ગૃહ વિભાગ માંથી પણ હકારાત્મક લેખિત જવાબ મળતા પાલિકા પ્રમુખની માંગ રંગ લાવી,પાલિકા પ્રમુખ સાથે વિવિધ વેપારી મંડળ,અને ભાજપ શહેર પ્રમુખ દ્વારા પણ રજૂૂૂૂૂૂઆત થઇ આમ વારંવાર આ સબ જેલ વિસ્તારમાં મોટા શાકમાર્કેટ ની માંગ ઉઠી છે ત્યારે આ મહત્વની જગ્યાએ માર્કેટ ઉભું થાય એ જરૂરી છે.

રાજપીપળાની મધ્યમાં સબજેલ ની મોટી જગ્યા હાલ ખાલી છે જે સરકારી છે જો આ બિલ્ડીંગ માં શાક માર્કેટ ચાલુ કરવામાં આવે તો તમામ વિસ્તારમાં રહેતા લોકોને સરળતા થી શાકભાજી મળી રહે એ લોક્માંગને મેં સાંભળી રાજ્ય સરકારમાં ગૃહ અને સહેરીવિકાસ મંત્રાલય ને લેખિત માં રજૂઆત પાલિકાએ કરી હતી, પ્રભારી મંત્રી બચુ ખાબડ ને પણ જ્યારે રજૂઆત કરી છે ત્યારે તમામે સહકાર ની વાત કરી માર્કેટ આપવાની વાત કરી છે જેથી મને લાગે છે કે આજગ્યાએ શાકમાર્કેટ બનશે ,>>> અલ્કેશસિંહ ગોહિલ (પ્રમુખ રાજપીપલા નગરપાલિકા પાલિકા)

બોક્ષ :રાજપીપલા શહેરમાં શાકમાર્કેટ ની જગ્યા ઘણી સાંકડી અને નાની છે અને જેમાં વેપારીઓના પથારા સાથે ઘરાકને ઉભા રહી ખરીદવાની પણ જગ્યા નથી મળતી અને જેમાં ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ જેથી જો સરકાર પાલિકા અને સ્થાનિક આગેવાનો વેપારીઓની માંગ સ્વીકારે તો આ શક્ય બને પાલિકાને હકારાત્મક જવાબ મળતા એક આશા બંધાઈ છે જો આજગ્યાએ માર્કેટ બને તો ખુબ રાહત સ્થાનિક નગરજનો માટે થાય >>> સંદીપ દશાંદી (સ્થાનિક રહીશ )

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY