ઢાકા,તા.૨૪
બાંગ્લાદેશની એક કોર્ટે ૧૬ લોકોને મોતની સજા ફટકારી છે. એક યુવતીએ તેના શિક્ષક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. મરનાર યુવતીનું નામ નુસરત જહાં રફી છે જેનું એપ્રિલમાં મોત થયું હતું.
તેણે મદ્રેસામાં એક શિક્ષક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેના પર એ ફરિયાદ પાછી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને એક દિવસે છત પર લઇ જઇને દોરડાથી બાંધી દેવામાં આવી હતી. ત્યારબાદ કેરોસિન છાંટીને તેને સળગાવી દેવાઇ હતી. આ ઘટના બાદ મોટાપાયે પ્રદર્શન થયા હતા. આ ઘટનાની ટ્રાયલ ખૂબ ઝડપથી ચાલી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે તેની સાથે અભ્યાસ કરતા અન્ય સહપાઠીઓ અને સમાજના અમુક કદાવર લોકો તેને મારવાના ષડયંત્રમાં સામેલ હતા. આ ઘટનામાં ત્રણ શિક્ષકો જેમાં હેડમાસ્ટર સિરાઝ ઉદ દૌલા પણ સામલે છે તેમની ભૂમિકા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે જાતીય સતામણીનો આરોપ લાગ્યો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં જેલમાંથી સિરાજે તેને મારવાનો હુકમ કર્યો હતો. તે સિવાય બીજા બે આરોપી રુહુલ અમીન અને મકસુદ આલમ સત્તારૂઢ આવામી લીગ પાર્ટીના લોકલ નેતા છે. કોર્ટે આ તમામને દોષિત ગણ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


