નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ

0
156

પ્રાપ્ત માહીતી મુજબ નેત્રંગ-અંકલેશ્વરને જોડતો રસ્તો છેલ્લા કેટલાક વષૉથી અંત્યત બિસ્માર હાલતમાં જણાય રહ્યો હતો,જેનું મુખ્ય કારણ ચોમાસાની સિઝનમાં વરસાદના પાણીના કારણે રસ્તા ઉપર ઠેર-ઠેર મોટા ખાડા પડી જવા પામ્યા હતા, જયારે બિસ્માર રસ્તા ઉપર સતત મોટા-મોટા માલધારી વાહનોની અવર-જવર રહેતા રસ્તાની અત્યંત દયનીય પરિસ્થિતિ બની જવા પામી હતી, જેના કારણે અનેક જીવલેણ અકસ્માતોની ઘટના રોજેરોજ બની રહી હતી. જેથી વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બની ગયા હતા, જ્યારે રસ્તાના નવીનીકરણની કામગીરીના બદલે તંત્ર માત્ર ચોપડે નોંધી શકાય તે અંતગઁત માત્ર  પ્રાથમિક સમારકામ કરીને રસ્તો કરી લેતા હતા. જેથી જનઆક્રોશ વ્યાપી જવા માડ્યો હતો.

જ્યારે બીજી બાજુએ નેત્રંગ-અંકલેશ્વર રસ્તાના નવીનીકરણના કામ માટે માગઁ અને મકાન વિભાગે ૨૯ કરોડ રૂપિયાની મંજુરી આપી હતી, જેથી કેટલાક લાંબા સમયથી રસ્તાનું નવીનીકરણની કામગીરી શરૂ થઇ છે, પરંતુ રસ્તાના નિમાઁણની કામગીરીમાં યોગ્ય માલ-મટીરીયલનો ઉપયોગ થાય તેમજ અધિકારીઓ દ્વારા પુરતી નિગરાની રાખવામાં આવે તેવી લોક લાગણીની સાથે વહેલી તકે કામગીરી પુરી થાય તેવું વાહનચાલકોની માંગણી છે, જેથી કમરતોડ રસ્તામાંઈ છુટકારો પ્રાપ્ત થાય તેવી લોકમાંગ ઉઠી છે.

રિપોર્ટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY