સલમાનની ફિલ્મ મળતા હવે દિશા ટોપ સ્ટારમાં છે

0
12

મુંબઇ,તા. ૪
બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી દિશા પટની લોકપ્રિય સ્ટાર અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ રહી છે. તેને સલમાન ખાન સાથેની ભારત ફિલ્મ પણ મળી ગઇ છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ તેને વધુ મોટી ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. બોલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડાના નામની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે ફિલ્મમાં ઉભરતી સ્ટાર દિશા પટનીની પણ પસંદગી કરવામાં આવી છે. સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે. સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ જ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અન્ય કેટલાક મોટા સ્ટારની પસંદગી પણ કરવામાં આવનાર છે. ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જા કે તેને સફળતા મળી નથી. બાગી-૨ ફિલ્મ બાદ દિશા પાસે હાલમાં કોઇ ફિલ્મ ન હતી જેથી તેની પસંદગી કરી લેવામાં આવી છે.
સલમાન ખાનના સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે. ફિલ્મમાં ભારતના ૭૦ વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવનાર છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની વાર્તા પણ સામેલ છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મનુ શુટિંગ પાકિસ્તાન-ભારતની સરહદ પર કરવામાં આવનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY