ચીને ડેવલપ કરી લેસર ગન, અડધો કિલોમીટર દૂરની વ્યક્તિને સળગાવી શકશે

0
85
હોલીવુડની સુપરહિટ ફિલ્મ સ્ટાર વોર જેવી લેસર ગન બનાવવામાં ચીને સફળતા મેળવી છે. આ ગનની વિશેષતા એ છે કે તે અડધો કિલોમીટર દુર ઉભેલી વ્યક્તિને પણ ટાર્ગેટ બનાવી શકે છે. ગનમાંથી નીકળતા લેસર બીમ દેખાતા નથી પણ જે વ્યક્તિને ટાર્ગેટ બનાવાઈ છે તેને આ લેસર બીમ અડધો કીલોમીટર દૂર પણ દઝાડી શકે છે. ભલે ને પછી ટાર્ગેટ કરાયેલી વ્યક્તિ બારી જેવી આડશ લઈને કેમ ના ઉભી હોય. ચીનના અખબારના અહેવાલ પ્રમાણે આ લેસર ગન શિયાન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપ્ટિક્સ એન્ડ પ્રિશિસન મિકેનિક્સ દ્વારા ડેવલપ કરાઈ છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોનુ કહેવુ છે કે લેસર ગન લગભગ બનીને તૈયાર છે. તેને ચીનની પોલીસના એન્ટી ટેરરરિસ્ટ સ્કવોડને સોંવામાં આવશે. જોકે ક્યારથી આ ગન પોલીસ ફોર્સમાં સામેલ થશે તેની તારીખ હજી જાહેર કરાઈ નથી. લેસર ગનનુ વજન એકે 47 જેટલુ જ છે. જે એક વખતમાં 1000 લેસર શોટ મારવામાં સક્ષમ છે. દર બે શોટ વચ્ચે 2 સેંકડનો સમય લાગશે. દરેક રાયફલની ભારતીય ચલણ પ્રમાણે લગભગ 10 લાખ રૃપિયા કિંમત હશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY