ડોકલામ ખીણમાં રસ્તો તૈયાર : જવાનો ૪૦ મિનિટમાં ડોકલામ પહોંચી શકશે

0
51

ડોકલામ,તા.૩
ભારત અને ચીન બોર્ડર પરની ડોકલામ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈન્યો એક બીજાની સામે આવી ગયા ત્યારે રાતોરાત આ વિસ્તાર દેશના લોકોમાં જાણીતો થઈ ગયો હતો.
આ એ જગ્યા છે જ્યાં ભારત, ભૂટાન અને ચીનની સરહદો ભેગી થાય છે.ડોકલામ તનાવ બાદ હવે ભારતે અહીંયા પહોંચવા માટેનો રસ્તો તૈયાર કરી લીધો છે.આ પહેલા ભારતીય સેનાના જવાનોને સેનાના સૌથી નજીકના ભીમ બેઝથી ડોકલામ પહોંચવા માટે પગપાળા સાત કલાક ચઢાઈ કરીને જવુ પડતુ હતુ પણ સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને બનાવેલા રસ્તાના કારણે જવાનો ૪૦ મિનિટમાં ડોકલામ પહોંચી શકશે.
આ રોડ બનાવવો ભારત માટે મહત્વનો હતો.૨૦૧૫માં જ રોડ બનાવવા માટે મંજૂરી અપાઈ ગઈ હતી પણ ડોકલામ વિવાદ બાદ સરકારે આ રસ્તો ઝડપથી બને તે માટે ધ્યાન આપ્યુ હતુ. દરેક પ્રકારના હવામાનમાં આ રસ્તો કામ આપશે.
સેનાના અધિકારીનુ કહેવુ છે કે, આ રસ્તાના કારણે ભારતને ડોકલામ સુધી સહાયતા પહોંચાડવામાં ભારે આસાની થશે.બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને અત્યાર સુધીમાં ૩૩૪૬ કિમીની લંબાઈના ૬૧ રસ્તાઓનુ કામ પુરુ કરી લીધુ છે.આ તમામ રસ્તા વ્યૂહાત્મક રીતે ભારે મહત્વ ધરાવે છે.બીઆરઓ ૨૦૧૯માં બીજા ૧૧ રસ્તા બનાવવા માટે કામ કરી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY