૨૦૦ સિંહોની સુરક્ષા માટે ૧૦૦૦ કુવા અપગ્રેડ કરાશે

0
19

ગીર,તા.૧૦
ગીર અભ્યારણ્યથી બહાર વિચરી રહેલા સિંહોની સુરક્ષાર્થે તાજેતરમાં શેત્રુંજી વન્ય જીવ વિભાગની રચના કરવામાં આવી હતી. આ વિભાગ તળે મુક્તપણે વિહાર કરી રહેલા ૨૦૦ સિંહોની પાણીની શોધમાં ખુલ્લા કુવામાં ખાબકે નહીં તેના માટે તંત્ર દ્વારા ૭ રેન્જના ૪૦૦થી વધુ ગામોમાં આવેલા ૧૦૦૦ ખુલ્લા કુવાને પેરાપેટથી બાંધવામાં આવશે.
શેત્રુંજી વન્ય જીવ વિભાગ તળે ૪૦ બીટ, ૨૪ રાઉન્ડ, ૭ રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિતાણા, તળાજા, મહુવા, જેસર, રાજુલા, જાફરાબાદ, લીલીયાના ૪૦૦થી વધુ ગામો તેમાં આવેલા છે. શેત્રુંજી વિભાગના સિંહો પાણીની શોધમાં નીકળે છે, અને વાડી, ખેતર વિસ્તારોમાં આવેલા ખુલ્લા કુવામાં પાણી પીવા આવી શકે અને તેમાં ગબડી પડવાથી તેઓના મોત પણ થઇ શકે. શેત્રુંજી વિભાગ તળેના ૨૦૦ સિંહોને શરૂઆતથી જ સુરક્ષાના પ્રબંધ વ્યવસ્થિત થઇ શકે તેના માટે સરકારી તંત્ર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. શેત્રુંજી વન્ય જીવ વિભાગની ૭ રેન્જના ૪૦૦થી વધુ ગામોમાં આવેલા ૧૦૦૦ ખુલ્લા કુવાને પેરાપેટ બનાવવા માટે ૧.૬૦ કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત ૭ રેન્જ તળે સિંહો પર નજર રાખવા અને સુરક્ષા પ્રદાન કરવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY