બોટાદ જીલ્લામાં રાણપુરના સમાવેશ બાદ અને રાણપુરમાં પી.જી.વી.સી.એલ.ની પેટાવિભાગીય કચેરી કાર્યરત થયા બાદ અવારનવાર વીજચોરો પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે ત્યારે આજે બોટાદ કાર્યપાલક ઇજનેર એ.એ.જાડેજાની સુચનાથી રાણપુર ડી.ઈ એન.એન.અમીન,જે.ઈ.બી.એસ.ચુડાસમાની આગેવાનીમાં બોટાદ ડીવીઝન ચેકીંગ ડ્રાઈવ માં જુદી જુદી ૬ ટીમોએ રાણપુરના મદનીનગર,દેસાઈ વ્હોરાવાડ,પોલીસ સ્ટેશન પાછળનો વિસ્તાર,કુંભારવાડા,મેઈનબજાર,ક્રિષ્નનગર સહીત અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારના ૫ વાગ્યે વીજચોરો સુતા હતા ત્યારે વીજચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં ઘર વપરાશના ૫૭ જેટલા વીજકનેક્શન ચેક કરવામાં આવતા તેમાથી ૧૮ કનેક્શનમાં ગેરરીતી માલુમ પડતા રૂ.૨.૩૨ લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરો ફફડી ગયેલ છે.આ અંગે રાણપુર ડી.ઇ.એન એન અમીન સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આગામી દીવસોમાં હજી પણ વીજચોરી કરતા તત્વો ઉપર ગંમે ત્યારે દરોડા પડી શકે છે સાથે વધુમાં જણાવ્યુ હતુ કે જ્યા સુધી વીજચોરી બંધ નહી થાય ત્યા સુધી વીજચેકીંગ ચાલુ જ રહેશે અને કોઈ પણની સેહશરમ રાખ્યા વગર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



