સુરતમાં બીઆરટીએસનો સ્લેબ ધરાશાયી : અઢી વર્ષની બાળકીનું મોત

0
11

સુરત,તા.૨૩
સુરતમાં brtsના પ્રવેશ દ્વારાનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ૨ લોકો કાટમાળમાં દબાયા હોવાનું જાણવા મળી  છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાંથી ૧ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે અઢી વર્ષની બાળકી દબાઇ હતી. ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી જાકે, તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સુરતના સીટીલાઇટ કોર્નર પાસે આવેલા કેનલ રોડ ઉપર આરડીડીના પ્રવેશ દ્વાર નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જાકે આજે ગુરુવારે બપોરના સમયે આ પ્રવેશ દ્વારનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જેમાં અહીં કામ કરતા મજૂરો કાટમાળમાં દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
જાકે, સ્થાનિક મજૂરોનું કહેવું છે કે, આ કાટમાળમાં અઢી વર્ષની એક છોકરી દટાઇ હતી. જેના પગલે ફાયર બ્રિગેડે તેને બહાર કાઢવા માટે કામગારી તેજ કરી હતી. ભારે જહેમત બાદ બાળકીને પહાર કાઢવામાં આવી હતી. જાકે, તેનું મોત નીપજ્યું હતું.
ફાયર બ્રિગેડના ડિવિઝનલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૧૨.૫૯ વાગ્યે સ્લેબ તૂટ્યાનો કંટ્રોલ રૂમમાં મેશ આવ્યો હતો. જેના પગલે મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને હેડક્વાર્ટર એમ ચાર ગાડીઓ અહીં મોકલવામાં આવી હતી. જાકે, અહીં આવ્યા પછી જાયું તો સ્લેબ તૂટેલો હતો.
અહીં આવતા જાણવા મળ્યું કે બીઆરટીએસ બસ સ્ટેન્ડનો સ્લેબ નહીં પરંતુ આરડીડીના પ્રવેશ દ્વારનો સ્ટેબ તૂટ્યો હતો. આ કાટમાળમાં બે લોકો દબાયા હોવાનું માલુમ પડ્યું હતું. એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અઢી વર્ષની બાળકી હજી કાટમાળમાં દટાયેલી છે જેને બહાર કાઢવાની કામગીરી ચાલું છે. ભારે મહેનત બાદ ફાયરની ટીમે બાળકીને કાટમાળમાંથી બહાર કાઢી હતી. જાકે, તેનું મોત નીપજ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY