દહેજમૃત્યુ અને લગ્ન સંબંધી કેસોમાં પતિના સગાંઓને ન સંડોવોઃ સુપ્રીમ

0
14

ન્યુ દિલ્હી,તા.૨૩
ગુનાની ઘટનામાં તેમની સંડોવણીના ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી દહેજ સંબંધિત મૃત્યુ તેમ જ લગ્ન સંબંધિત અન્ય વિવાદને લગતા કેસમાં પતિના સગાંઓને સંડોવવામાં આવવા ન જાઈએ, એમ સુપ્રીમ કાર્ટે કહ્યું હતું.
ન્યાયાધીશ એસ.એ. બોબડે અને એલ. નાગેશ્ર્વરરાવની બનેલી ખંડપીઠે આ પ્રકારના કેસમાં પતિના દૂરના સગાંઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને મામલે સાવચેત રહેવાનું કાર્ટને જણાવ્યું હતું.
લગ્ન સંબંધિત વિવાદના કેસમાં તેમના વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી રદ કરવાની માગણી કરતી અરજીને મામલે જાન્યુઆરી ૨૦૧૬માં કાર્ટે આપેલી ચુકાદાને પડકારતી પતિના કાકાની અરજીને મંજૂર રાખતા સુપ્રીમ કાર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.
દહેજ સંબંધિત મૃત્યુ તેમ જ લગ્ન સંબંધિત અન્ય વિવાદને લગતા કેસમાં પતિના દૂરનાં સગાંઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને મામલે કાર્ટે સાવચેત રહેવું જાઈએ, એમ સુપ્રીમ કાર્ટે કહ્યું હતું.
ગુનામાં ચોક્કસ ઘટનામાં તેમની સંડોવણી જણાઈ ન આવે ત્યાં સુધી માત્ર આક્ષેપોને આધારે પતિનાં દૂરનાં સંબંધીઓને તેમાં સંડોવવામાં આવવા ન જાઈએ, એમ સુપ્રીમ કાર્ટે કહ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY