UIDAI એ આધાર માટે નવો ઈ કોડ શરુ કર્યો,ડિટેલ્સની સાથે સાથે ફોટો પણ હશે

0
279

ન્યુ દિલ્હી,
તા.૧૦/૪/૨૦૧૮

યુનિક આઇડેન્ટફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ઈ-આધાર માટે એક નવો ઊઇ કોડ શરૂ કર્યો છે. આ ઊઇ કોડમાં હવે આધાર ધારકની ડેમોગ્રાફિક ડીટેલ્સની સાથે સાથે ફોટો પણ હશે. આધાર ઇસ્યુ કરનારી આ સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેણે ઈ-આધારના વર્તમાન ઊઇ કોડની જગ્યાએ નવો ઊઇ કોડ શરૂ કર્યો છે.

અત્યાર સુધીમાં આ કોડના માત્ર આધાર ધારકની સાથે જાડાયેલી જાણકારી હતી. નવા ઊઇ કોડમાં આધાર ધારકનો ફોટો પણ હશે. ઉલ્લેખનીય છે કે, ઊઇ કોડ બાર કોડ લેબલનું જ એક સ્વરૂપ છે, જેમાં છુપાયેલી વિગતોને મશીન વાંચી શકે છે.આ ઇ-આધાર, ૧૨ અંકોના યુનિક નંબરનું ઇલેક્ટ્રોનિક વર્ઝન છે, જેને UIDAI વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે.

UIDAI નું કહેવું છે કે, બેંક જેવી સંસ્થાઓ હવે આધાર કાર્ડનું વેરિફિકેશન આૅફલાઇન પણ કરી શકશે. UIDAI નું CEO એ જણાવ્યુ કે, આ આધાર કાર્ડના તુરંત વેરિફિકેશનની સરળ ‘ઓફલાઇન’ સિસ્ટમ છે.

સૂત્રોનુસાર, ઓફલાઇન વેરિફિકેશનની આ સુવિધાનો વધુ એક ઓપ્શન ઉપલબ્ધ થશે અને એ સુનિશ્ચિત થશે કે ધારક આધાર સાથે જાડાયેલી સેવાઓથી વંચિત તો નથીને.. આ સાથે જ સંબંધિત એજન્સી તેને ત્યાં લાગુ ખાસ સર્ટિફિકેશન પ્લાન દ્વારા તેનું વેરિફિકેશન કરી શકે છે. UIDAIનો ઈ-આધાર ઊઇ કોડ રીડર સોફ્ટવેર ૨૭ માર્ચ, ૨૦૧૮થી વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY