પબુભાને સુપ્રિમનો મોટો ઝટકો, હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે

0
38

દ્વારકા,તા.૨૨
પબુભા માણેકને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો આપ્યો છે. દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેકને મોટો ઝાટકો મળ્યો છે. હવે પછી પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રીમમાંથી રાહત મળી નથી. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પિટિશનનો ચુકાદો આપતા ૮૨ દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો.
જેના બાદ પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમે તેને ફગાવી દીધી હતી. પબુભાની માંગણી સ્વીકારવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY