વલસાડ લોકસભા ચૂંટમીમાં મતગણના અંગે કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

0
7

વલસાડ એન્જિનિયરિંગ કોલેજમાં તા.૨૩’મીએ મતગણના હાથ ધરાશે
વલસાડ, તા.૨૦
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની અંતર્ગત ૨૬-વલસાડ (અ.જ.જા.) મતવિસ્તારની મતગણતરીની પ્રક્રિયા તા.૨૩/૫/૨૦૧૯ના રોજ સરકારી ઇજનેરી કૉલેજ, વલસાડ ખાતે હાથ ધરાશે. મતગણતરી માટે નિયુક્ત કરેલા કર્મચારીઅઓને મતગણતરીમાં કોઇ મુશ્કેલી ન પડે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી સી.આર.ખરસાણે મતગણતરી સમયસર અને ચોકસાઇપૂર્ણ થાય તે માટે તે માટે નાની-નાની બાબતોમાં તકેદારી રાખવાની સાથે મતગણતરી કેન્દ્ર ખાતે નિયુક્ત કરેલા કર્મચારીઓ સિવાય અન્ય કોઇપણ કર્મચારી હાજર ન રહે તેની ખાસ કાળજી રાખવા, સમગ્ર મતગણતરી પ્રક્રિયામાં કોઇ પણ ક્ષતિ ન રહી જાય તે જોવા તેમજ દરેક ટેબલ ઉપર નિયત ફોરમેટના ફોર્મ પૂરતી સંખ્યામાં રાખવા જણાવ્યું હતું. કોઇપણ પ્રક્રિયામાં મુશ્કેલી જણાય તો તરત જ મદદનીશ ચૂંટણી અધિકારીને જાણ કરવા, દરેક ઇવીએમના સીલ યોગ્ય રીતે ચકાસી સંબંધિત રાજકીય પક્ષોના એજન્ટોને બતાવીને જ સીલ ખોલવા જણાવ્યું હતું. પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાયા બાદ ઇવીએમના મતોની ગણતરી શરૂ થશે. દરેક વિધાનસભા મતદાર વિસ્તાર માટે અલગ-અલગ હોલમાં મતગણતરી થનાર છે. દરેક રાઉન્ડ પૂર્ણ થયા બાદ બે મશીનોની રેન્ડમ ચકાસણી અોબ્ઝર્વર દ્વારા કરાશે. દરેક વિધાનસભા મતદાર વિસ્તાર મુજબ પાંચ વીવીપેટની કાપલીઓની ગણતરી કરી તેની સરખામણી ઇવીએમના મતો સાથે કરાશે, તેમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર મતગણતરી પ્રક્રિયાનું સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. દરેક રાઉન્ડવાઇઝ મેન્યુઅલી ચકાસણી કર્યા બાદ જ સુવિધા પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા જણાવ્યું હતું
પ્રાંત અધિકારી કે.જે.ભગોરાએ પ્રેઝન્ટેશન થકી સમગ્ર મતગણતરી પ્રક્રિયાની વિસ્તૃત સમજણ આપી હતી.
આ તાલીમમાં નાયબ ચૂંટણી અધિકારી કે.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વસાવા સહિત મતગણતરી સુપરવાઇઝરો, મતગણતરી મદદનીશ માઇક્રો ઓબ્ઝર્વર વગેરે હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY