પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બ ઇદ ઉજવવા નથી રાખ્યોઃ મેહબૂબા મુફ્તિ

0
8

મોદીના પરમાણુ બોમ્બવાળા નિવેદન પર મહેબૂબાનું વિવાદાસ્પદ નિવેદન
જગજાહેર થયો પીડીપી વડાનો પાકિસ્તાની પ્રેમ,વડાપ્રધાને આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિથી દૂર રહેવું જોઇએ
શ્રીનગર,તા.૨૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે રાજસ્થાનના બાડમેરમાં કરવામાં આવેલા ન્યૂક્લિયર એટેકવાળા નિવેદન પર દેશમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સોમવારે આ મામલામાં પાકિસ્તાનનો પક્ષ લેવાની કોશિસ કરી છે.
મહેબૂબાએ ટ્‌વીટ કરી કહ્યું કે, ભારતે ન્યૂક્લિયર બોમ્બ દિવાળી માટે નથી બનાવ્યા તો, શું પાકિસ્તાને તેને ઈદ માટે રાખ્યા છે? પીએમ મોદીએ આ પ્રકારની નિમ્ન પ્રકારની રાજનીતિથી દૂર રહેવું જોઈએ.
તમને જણાવી દઈએ કે, રવિવારે એક ચૂંટણી સભા દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, વારંવાર અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, ન્યૂક્લિયર બટન છે, એવું જ કહેતા હતા. સમાચારપત્રોવાળા પણ કહેતા કે પાકિસ્તાન પાસે પણ ન્યૂક્લિયર બોમ્બ છે. તો આપણી પાસે શું છે? શું તે દિવાળી માટે રાખ્યા છે? અમારી સરકારે પાકિસ્તાનની બધી હેકડી કાઢી નાખી, તેને કટોરો લઈ ફરવા માટે મજબૂર કરી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી, જ્યારે મહેબૂબા મુફ્તીએ કોઈ મામલાને લઈ પાકિસ્તાનનો પક્ષ લીધો હોય. આ પહેલા પમ કેટલીએ એવા અવસર પર મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનની તરફદારી કરતા જાવા મળ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY