ચૂંટણીપંચ હાઈટેક બન્યું : એક ક્લિક પર મળશે તમામ માહિતી

0
44

ન્યુ દિલ્હી,તા.૨૧
દેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં જાડાયેલી પાર્ટીઓ એક બાજુ વોટરને લલચાવવા માટે નવા નવા નુસખા અપનાવી રહી છે તો ચૂંટણી આયોગે આ વખતે હાઇટેક ચૂંટણી કરાવવા માટે કમર કસી લીધી છે. દેશમાં પહેલી વાર ચૂંટણીના સમયે કોઇ પણ પાર્ટીના કોઇ પણ ઉમેદવારને સભા કરવા, રેલી કાઢવા કે પછી અન્ય કાર્યક્રમની અનુમતિ માટે કાગળ લઇને ઓફિસ-ઓફિસ ફરવું નહીં પડે.
પાર્ટી કે ઉમેદવારને જે દિવસે કાર્યક્રમ કરવો હશે તે તેના ૪૮ કલાક પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને પરવાનગી પણ ઓનલાઇન લઇ શકશે. ચૂંટણીપંચના જણાવ્યા મુજબ આ વખતની ચૂંટણીઓ આઇટી એપ્લિકેશન ‘સમાધાન, સુવિધા અને સુગમ’ એપની મદદથી કરાવાશે.
‘સુવિધા’ એપ દ્વારા ઉમેદવારોને ચૂંટણી અભિયાન દરમિયાન સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમના માધ્યમથી વિવિધ પ્રકારની મંજૂરી મેળવવા ર૪ કલાક ઓનલાઇન સુવિધા મળશે. સુગમ એપના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સરકારી અને ભાડે લવાયેલા વાહનની મંજૂરી લેવા ઉપરાંત તેના પર નજર પણ રાખી શકાશે.
સમાધાન એપ સામાન્ય મતદાતાઓને પરેશની થતાં મદદ કરશે. પંચે ચૂંટણીઓ પર નજર રાખવા માટે સાત પ્રકારની એપ તૈયાર કરી છે. આચારસંહિતા ઉલ્લંઘન બાબતની ફરિયાદ હવે કોઇ પણ વ્યકિત સી-વિજિલ એપના માધ્યમથી ફોટો કે વીડિયો મોકલીને કરી શકશે. આ ફરિયાદો પર ૧૦૦ મિનિટ કે તેની અંદર કાર્યવાહી સુનિશ્ચિત કરીને ફરિયાદીને રિપોર્ટ પણ મોકલાશે.
પંચે સીજીએસ એપ પણ લોન્ચ કરી છે. તેનાથી વ્યકિત ઓનલાઇન ફરિયાદો, જેમ કે કોઇ વ્યકિતની મતદાતા પરચી ન નીકળવી કે અન્ય વ્યકિત દ્વારા મતદાન કરીને ચાલ્યા જવું જેવી ફરિયાદો દૂર થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY