શોપિયામાં પાંચ આતંકી ઠાર,ડીજીપીએ કહ્યું ગુડ જોબ બોય્ઝ
શ્રીનગર,તા.૪
જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ આતંકવાદીઓ પર ભારતીય સેના કાળ બનીને ત્રાટકી રહી છે. શોપિયાંના કિલોરામાં ભારતીય સુરક્ષાદળોની સંયુક્ત કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. તેની સાથે જ ભારતીય સેનાએ છેલ્લા ૭૨ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં વિવિધ એન્કાઉન્ટરોમાં આઠ આતંકીઓને ઠાર કર્યા છે. શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ઠાર મારેલા આતંકવાદીઓ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના હોવાનો ખુલાસો થયો છે.
કિલૂરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે મોડી રાતે એન્કાઉન્ટર શરૃ થયું હતું. આ વિસ્તારમાં હજુ પણ અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાતથી અહીં ફાયરિંગ ચાલી રહ્યું છે. તેમાં લશ્કરના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. આજે સવારે પણ થયેલા ગોળીબારમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
કિલૂરામાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ ઉમર મલિક તરીકે થઈ છે. તેના મૃતદેહ પાસેથી સેનાએ એકે-૪૭ રાઈફલ જપ્ત કરી છે. કિલૂરા એન્કાઉન્ટરની શુક્રવારે મોડી રાત્રે શરૃઆત થઈ હતી. કિલૂરામાં આતંકવાદીઓની હાજરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ બારતીય સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ભીંસમાં આવેલા આતંકવાદીએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૃ કર્યો હતો. ત્યારે જવાબી કાર્યવાહીમાં સેના અને અન્ય સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના હવાઈ ફાયરિંગના જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૃ કર્યો હતો. માનવામાં આવે છે કે અહીં વધુ આતંકવાદીઓ છૂપાયેલા છે અને તેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં તણાવને જોતા ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી છે.ગત ત્રણ દિવસોમાં સેનાએ આઠ આતંકવાદીઓને મોતને ગાટ ઉતાર્યા છે. જેમાં ગુરુવારે કુપવાડામાં બે અને શુક્રવારે સવારે સોપોરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સોપોર એન્કાઉન્ટરમાં શુક્રવારે સવારે બે આતંકવાદીઓને ઠાર કરવાની કાર્યવાહી દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. દુરસૂ ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં ઠાર થનારા બંને આતંકીઓની ઓળખ રિયાઝ અહમદ ડાર અને ખુર્શીદ અહમદ મલિક તરીકે થઈ હતી. ખુર્શીદ અહમદ મલિકને આતંકવાદી બન્યાના માત્ર ૪૮ કલાકમાં ઠાર કરવામાં આવ્યો હતો. ખુર્શીદ અહમદ મલિક બીટેકનો વિદ્યાર્થી હતો. આ કાર્યવાહીમાં સેનાના જવાન સાવર વિજય કુમાર શહીદ થયા છે.આતંકીઓને ઠાર કર્યા પછી જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે સેનાના કામના વખાણ કરતું ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘શોપિયાના કિલૂરામાં એન્કાઉન્ટર સ્થળ પર ચાર અન્ય આતંકીઓની લાશ મળી છે. ત્યારપછી હવે કુલ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



