ભાવનગર,તા.૯
ભાવનગરના કુંભારવાડા ખાતે પાણીના ટાંકામાંથી ૧૮ દિવસના શિશનું મૃત મળવાના મામલે રહસ્યુ ઘુંટાતુ જાય છે. ભીખ માંગવા આવેલા ૨ બાવાએ બાળકને પાણીની કુંડીમાં ફેંકી દીધુ હોવાનો આક્ષેપ લાગ્યો હતો જોકે તે બાવાઓએ તો તે બાબતનો ઈન્કાર કર્યો છે.
ત્યારે માતાની પડખે સુતા નવજાત શિશુ ટાંકીમાં કઈ રીતે પહોંચ્યુ તે રહસ્ય છે. અનિલભાઈ પરમારના ૧૮ દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો. બાળક તેની માતા સાથે ઘરમાં અંદરના ભાગે સુતુ હતુ. જોકે, બાદમાં આ બાળક માતાના પડખા માંથી ગુમ થયું હતું.
પ્રાથમિક દ્રષ્ટીએ આ બાળકનું કોઈ અપહરણ કરી ને લઇ ગયું હોય તેવી આશંકા વ્યકત કરવામાં આવી. અને તે વિસ્તારમાં ફરતા બાવાઓએ બાળકને ટાંકીમાં ફેંકી દીધુ હોવાની આશંકા વ્યક્ત થઈ. જેથી બાવાઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેઓએ આ કૃત્યનો ઈન્કાર કર્યો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




