નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પાટીદારો સાથે છેતરપિંડી કરી હોવાનો જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો આક્ષેપ..

0
108

રાજપીપળામાં નાંદોદ ધરાસભ્ય પી.ડી.વસાવાનું પૂતળા દહન

નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી મુદ્દે પાટીદારોએ રાજપીપળામાં નાંદોદ ધરાસભ્ય પી.ડી.વસાવાનું પૂતળા દહન કર્યું,અન્ય જ્ઞાતિને જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદુ અપાતા નર્મદા જિલ્લાના પાટીદારોમાં રોષ.

રાજપીપળા:નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાનસભા બેઠક પર છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન હતું.હાલ યોજાયેલી 2017 વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ બેઠક પરથી કોંગ્રેસના પીઢ નેતા પી.ડી.વસાવાએ વિજયી બની ભાજપની જીત પર બ્રેક મારી હતી.બાદ હાલમાં જ AICC દ્વારા ગુજરાતના નવા જિલ્લા પ્રમુખોની નિમણુંક કરાઈ છે.જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ એવા હરેન્દ્ર વાળંદની નિમણુંક કરાઈ હતી.આની સામે નર્મદા જિલ્લાના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે.

નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના પાટીદાર આગેવાન એવા પ્રફુલ્લ પટેલ,નાંદોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રોહિત પટેલ,કિશોર પટેલ,કનુભાઈ પટેલ,હિતેશ દેસાઈ,નિકુંજ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના પાટીીદાર આગેેવાનોએ અન્ય જાતિના આગેવાનાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હોવાના વિરોધમાં રાજપીપળાના સફેદ ટાવર વિસ્તારમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાની હાય હાય બોલાવી એમના પૂતળાનું દહન કર્યું હતું.કોઈ પક્ષના જ કાર્યકરોની ઉપસ્થિતિમાં એમના જ પક્ષના ધારાસભ્યનું પૂતળા દહન થયું હોય એવો કદાચ નર્મદા જિલ્લામાં આ પહેલો કિસ્સો બન્યો હશે.

આ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના પાટીદાર આગેવાન એવા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના આદિવાસીઓ બાદ પાટીદારોની બહુમતી છે.પાટીદારોના ખોબે ખોબા મતથી પી.ડી.વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.અગાઉ અમે પ્રદેશ કક્ષાએ અને જિલ્લાની બેઠકમાં જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદુ કોઈ પાટીદારને આપવા રજુઆત કરી હતી.ત્યારે જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પણ આ સંગઠન યથાવત રાખવાનો નિર્ણય થયો હતો સાથે સાથે ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ પાટીદારને જ પ્રમુખ બનાવવાની હૈયાધરણા આપી હતી.પછી અન્ય જાતિને પ્રમુખ તરીકે મૂકી પી.ડી.વસાવાએ પાટીદારો સાથે છેતરપિંડી કરી છે.નર્મદા જિલ્લામાં રહેતી તમામ જ્ઞાતિઓ એવું કહી રહી છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં ઘરના ભુવા અને ઘરના જાગરિયા જેવો ઘાટ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરતશાહ,

મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY