શ્રીનગર,તા.૪
પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓના જમ્મુ-કાશ્મીરમાં ઠાર થયા બાદ પથ્થબાજીની ઘટનાઓ સામાન્ય છે. શોપિયામાં પાંચ આતંકીઓના ઠાર કરાયા બાદ એન્કાઉન્ટર સ્થાન પર આતંકના દોસ્ત પથ્થરબાજો દ્વારા પથ્થરમારો કરાયો છે. આમ તો પથ્થરબાજો આતંકી સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ હોય છે.
શોપિયાંમાં આયોજનબદ્ધ રીતે પથ્થરબાજોએ સુરક્ષાદળો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા છે. સુરક્ષાદળોના વાહનોને પણ નિશાન બનાવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરો બાદ સુરક્ષાદળો બેહદ કપરા સંજોગામાં આગળની કાર્વાહી કરતા હોય છે. શોપિયાં એન્કાઉન્ટર બાદ પણ પથ્થરબાજો દ્વારા સુરક્ષાદળોના વાહનોના માર્ગમાં અડચણો નાખીને માર્ગ બંધ કરવાની કોશિશ કરવામાં આવી છે.
ત્યારે સવાલ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની સાથે બેફામ બનેલા પથ્થરબાજોની નશ્યત ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે? અત્યારે તો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલશાસન છે. આવા સમયે પણ શોપિયાં એન્કાઉન્ટર બાદ પથ્થરબાજોની હિંમત હકીકતમાં વધુ કડક કાર્યવાહીની જરૃરિયાતના જ સંકેત આપે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



