ગાંધીનગર,તા.૧
શંકરસિંહ વાઘેલા અમદાવાદના નહેરૂ બ્રીજ પાસે આવેલી ઇન્દુચાચાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અને જણાવ્યું હતું કે ‘ભય ભૂખ અને ભ્રષ્ટાચારવાળા ભ્રામક સૂત્રોથી બીજેપી સરકાર સત્તા કબ્જે કરવામાં સફળ થઈ છે, હકિકતમાં આજે ગુજરાતની પ્રજા ભયથી ધ્રૂજે છે, ભૂખમરાથી સબડે છે. વિચિત્ર ચાલ ચરિત્રહિનતા અને બનાવટી ચહેરાવાળા, અને રાજ્ય અને દેશ કરતાં પોતાનો પક્ષ મહાન તેવી માન્યતા ધરાવતા ભાજપ રક્ષકના બદલે ભક્ષક બન્યો છે. ભાજપે ગરવી ગુજરાતને વરવી ગુજરાત બનાવ્યું છે. ભાજપના ભ્રષ્ટ શાસકો પાસેથી ગુજરાતને મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ ગુજરાતને બીજેપીમાંથી મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ’
આ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યુ, “ભાજપના સાશનના કારણે રાજ્ય પર ૨.૫ લાખ કરોડનું દેવું છે. પેપ્સીકો અને ખેડૂતોની જે લડત ચાલે છે તેમાં પેપ્સી કો અને ખેડૂતોને કહીએ કે કોર્ટ કેસ ન કરે અને કરશે તો પેપ્સી કોને ગુજરાતમાં નો એન્ટ્રી કરીશું. હાલમાં ૧૦,૦૦૦ ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. મોદી સાહેબનું નિવેદન છે બંગાળમાં કે ૪૦ જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, આ કોઈ પણ પ્રધાનમંત્રીને ન શોભે તેવું નિવેદન છે જે ન કરાય પરંતુ મોદી સાહેબે કહ્યુ છે. જો મોદી સાહેબના સંપર્કમાં ૪૦ હોય તો ભાજપ અને મહારાષ્ટ્ર માં પણ ધારાસભ્ય દુઃખી છે, હોર્સ ટ્રેડિંગ તો ન કરાય. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ભાજપે હિસાબ આપવાના બદલે હું ઘરમાં જઈને મારીશ.
શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યુ, “આરડીએક્સ ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હતી તેમ છતાં ભાજપ સરકારે આ થવા દીધું. એરસ્ટ્રાઇક થયું બધું થયું પરંતુ કોઈ મર્યુ નથી. એમના કરતા મારૂ લોહી વધારે ગરમ અને કેસરી છે, દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કાવતરૂ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




