મદુરૈ,તા.૧
અહીંના મેલોર મંદિરથી ૧૯૧૫માં ચોરી કરાયેલી દ્રૌપથી અમ્માની મૂર્તિ પોલીસને પરત મળી છે. ૭૦૦ વર્ષ જૂની મૂર્તિને મંદિરના પૂજારી કરપ્પાસ્વામીએ ચોરી કરી હતી, પરંતુ ભગવાનના પ્રકોપથી ડરેલા તેમના પૌત્ર મુરુગસેને આ મૂર્તિને પ્રશાસનને પરત કરી દીધી છે. મૂર્તિને હવે ફરીથી મંદિરમાં સ્થાપવામાં આવશે.
પૌત્ર મુરુગસેનના કહ્યા પ્રમાણે મૂર્તિના કારણે તેના પરિવાર પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો હતો. ઘણાં લોકોનું અકાળે મોત થયું છે, તો ઘણાં બિમારી સામે લડી રહ્યા છે. તેમને લાગતું હતું કે, મૂર્તિ ચોરી કરવાના કારણે જ તેમના પરિવારને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
મેલોર મંદિરમાં બે પૂજારી હતા. કરપ્પાસ્વામીનો અન્ય એક પૂજારી સાથે વિવાદ થયો હતો, જેના કારણે તેને મૂર્તિની ચોરી કરી હતી. આ ચોરી અંગે ૧૯૧૫માં બ્રિટિશ પોલીસ પાસે ફરિયાદ કરવામાં આવી હતી.
૬૦ વર્ષના મુરુગસેને કહ્યુ કે, બાળપણમાં તેમને દાદાને દીવાલની તરફ મોઢું કરીને પૂજા કરતા જાયા હતા. પહેલા તેમને લાગતું હતું કે, આ સામાન્ય વાત છે, પરંતુ થોડા સમય બાદ તેમને શંકા ગઈ હતી. તેમને આ અંગે મંદિરના પ્રશાસનને જાણ કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





