ગર્ભનું જાતિય પરીક્ષણ કરાતુ હોય તો ફોન પર બાતમી આપવા જાહેર અપીલ માહિતી આપનાર વ્યક્તિની અોળખ અત્યંત ગુપ્ત રખાશે

0
561

વલસાડ, તા.૩
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, આપની આજુબાજુના વિસ્તારમાં કોઇ તબીબ દ્વારા ગર્ભનું જાતિ પરિક્ષણ કર્યાની જાણકારી મળે તો મોબાઇલ નંબર ૯૭૨૭૭૮૨૦૦૧ ઉપર માહિતી આપશો. માહિતી આપનારની સંપૂર્ણ વિગતો ગુપ્ત રાખવામાં આવશે.
ઘટતો સ્ત્રી બાળ જન્મદરનું મુખ્ય કારણ દીકરાના મોહમાં દીકરીને જન્મ ન આપવા દેવી તે છે અને તે માટે ઘણા કુટુંબો ગેરકાયદેસર રીતે ગર્ભનું જાતિ પરિક્ષણ કરાવે છે. જેમાં તબીબો દ્વારા પણ સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ કરી જાતિ પરિક્ષણ કરી આપવામાં આવે છે, જે ગંભીર ગુનો છે. જેને રોકવા માટે જિલ્લાના તમામ નાગરિકોનો સહકાર જરૂરી છે.
વલસાડ જિલ્લામાં ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે એક હજાર છોકરાની સામે ૯૨૬ દીકરીનો જન્મદર છે, જે ઘટતો જઇ રહ્ના છે. સ્ત્રી જન્મદર ઘટવાથી સમાજ અને કુટુંબ વ્યવસ્થાને માઠી અસર થતી હોઇ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રી જાતિ જન્મદરમાં વધારો કરવા, શિક્ષણનું પ્રમાણ વધારવા તેમજ દીકરીઅોની સુરક્ષા માટે ‘બેટી બચાવો બેટી પઢાઅો’ ઝુંબેશ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વિકાસ તેમજ કુટુંબ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે ગર્ભનું જાતિ પરિક્ષણ કર્યાની આપવામાં આવેલી જાણકારી ખૂબ જ ઉપયોગી બનશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને અોળખી સજા કરવામાં મદદરૂપ બની રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY