ભુજ માં ભાઈના હાથે ભાઈનો પરિવારજનો ભૂંજાયા મિલકત બાબતે કરુણ અંજામ બે ના મોત એક ગંભીર

0
304

ભુજના ન્યુમિન્ટ રોડ પર આવેલ વંડીફળિયા પાસે ઈદના મોડી રાત્રે બનેલ કરુણ ઘટના માં મોટા ભાઈના હાથે નાના ભાઈનો પરિવાર અગન જ્વાળામાં હોમી દેવાયો હતો જે ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર મચીજવા પામ્યો હતો બનાવની વિગતો મુજબ નવ વર્ષથી મકાન મિલકત બાબતે કોર્ટ કેસ ચાલતો હોવાથી તેમનું મનદુઃખ રાખી હાજીયુસુફશા હાજીઇસ્માઇલશા પીર નામ ના શખ્સ દ્વારા પોતાના નાનાભાઈનો પરિવાર નિંદ્રાધીન હતો તે સમયે તેમના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી જેમાં આરોપીની ભાભી શેરબાનું મહંમદ ઈબ્રાહીમશા પીર અને ભત્રીજી જુલેખા મહંમદ ઈબ્રાહીમશા પીર નું અગન જ્વાળાઓમાં લપેટાઈ જતા તેમના મૃત્યુ થયાં હતાં તો તેમના નાના ભાઈ મહંમદ ઇબ્રાહીમશા હાજીઇસ્માઇલસા પીર ની હાલત ગંભીર બતાવાઈ રહીછે આ બનાવમા ઓછીવતી દાજેલી આરોપીની ભત્રીજી સાબેરાબેબી ઇબ્રાહીમશા પીર દ્વારા પોતાના મોટાબાપા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુંકે રાત્રીના ૧:૩૦ વાગ્યાના અરસામાં આ બનવા પામ્યો હતો અને એકજ ઘરમાં રહેતા પોતાના નાના ભાઈના પરિવાર પર પેટ્રોલ છાંટી ને જીવતા સળગાવી દઈ જર જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું એ કહેવત સાર્થક કરી બતાવી છે ત્યારે આ બનાવ માં મકાન પણ અગન જ્વાળામાં હોમાઈ ગયું હતું ત્યારે સ્થળપર અગ્નિશામક વાહન પોલીસ અધિકારીઓ તેમજ લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને ભોગ બનનાર પરિવારને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યા આરોપીના ભાઈની હાલત ખુબજ ગંભીર બતાવાઈ રહીછે આ સમગ્ર મામલો મકાન ના ચાલતા વિવાદ બાબતે બનવા પામ્યો હતો અને એક ભાઈના હાથે ભાઈનો પરિવાર અગ્નિમાં હોમી દેવાતા આ દર્દનાક ઘટના બનવા પામી હતી જેને લઈને આખા શહેરમાં ચર્ચાનું જોર પકડ્યું હતું તો આગળની કાર્યવાહી ભુજના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY