અંકલેશ્વર:
અંકલેશ્વરના જુના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલ રેલવે ના કન્ટેનર યાર્ડ માં આજરોજ કન્ટેનર ઉઠાવવા માટે આવેલી ક્રેઇન ટૅલર માં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જતા દોડધામ મચી હતી આગના કારણે કન્ટેનર ડેપો માં નુકસાન પહોંચવા પામ્યું છે આગને કાબૂમાં લેવા માટે નગરપાલિકા તેમજ જીઆઇડીસી ના ડી.પી.એમ.સી ના ફાયર બ્રિગેડ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા નાયબ કલેકટર અંકલેશ્વર રમેશ ભાગોરા, મામલતદાર વી.એન.ગોહિલ તાત્કાલિક કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ના ઘટના સ્થળેપહોંચ્યા હતાં ફાયરના જવાનોએ આગને કાબૂમાં લઇ લેતા સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર નથી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને DPMC વિશાલ પાટીલે આ અંગે જણાવ્યું હતું અમારી કૅન્ટનર ઉઠવાની ક્રેઇન ને નુકસાન પહોંચ્યું છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


