તેલંગાણા લોકસભા ચૂંટણી : કોંગ્રેસ એકલે હાથે તો સીપીઆઇ-સીપીઆઇ(એમ) હાથ મિલાવશે

0
6

હૈદરાબાદ,તા.૧૯
તેલંગણાની લોકસભા ચૂંટણીમાં યુતિનું ચિત્ર રસપ્રદ બન્યું છે. કાંગ્રેસ એકલી ચૂંટણી લડશે જ્યારે સીપીઆઈ અને સીપીઆઈ (એમ) હાથ મિલાવે તેવી શકીયતા છે.
૭ ડિસેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કાંગ્રેસે ટીડીપી, સીપીઆઈ અને તેલંગણા જનસમિતિ મળીને લડ્યા હતા. ૧૧૯ બેઠક પૈકી કાંગ્રેસને ફક્ત ૧૯ બેઠક, ટીડીપીને ૨ બેઠક મળી હતી અન્ય બે પક્ષે ખાતુ પણ ખોલાવ્યું નહોતું જ્યારે ટીઆરએસે ૮૮ બેઠક જીતીને ફરી સત્તામાં આવી હતી.
લોકસભાની ૧૭ બેઠક પર કાંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે એવા અહેવાલ છે. કાંગ્રેસના અમુક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ટીડીપી સાથે જાડાણને કારણે નબળા પરિણામ આવ્યા હતા.
આંધ્રપ્રદેશમાં પણ કાંગ્રેસ એકલી જ લડત આપશે. સીપીઆઈ અને સીપીઆઈ (એમ) હાથ મિલાવે તેવી શકીયતા છે. ૨૦૧૪માં ટીઆરએસે ૧૧ બેઠક જીતી હતી. કાંગ્રેસને બે બેઠક મળી હતી. ભાજપ ટીડીપીને એક બેઠક મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY