ભોગ બનનાર સગીરા પરિવારને સોપાઈ
મોરબી પંથકમાંથી ગત વર્ષે એક શખ્શ સગીરાનું અપહરણ કરી ગયો હોય અને પરપ્રાંતીય શખ્શ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે તેને દબોચી લઈને કોર્ટમાં રજુ કરતા આરોપીને તા. ૨૭ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી સગીરાનું ગત તા. ૨૯-૦૮-૨૦૧૮ ના રોજ ઓરિસ્સાનો રહેવાસી માનસપાત્ર ગંગારામપાત્ર નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોય જે મામલે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસ તપાસ ચલાવી રહી હોય દરમિયાન સગીરાનું અપહરણ કરનાર ઓરિસ્સાનો શખ્શ મોરબી આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેને પગલે માનવ તસ્કરી સ્કવોડ અને બી ડીવીઝન ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો સગીરા અપહરણના આરોપીને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને તા. ૨૭ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




