હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ ઉપર રજૂ થઇ જશે

0
30

મુંબઇ,તા. ૨
નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૯માં રજૂ કરવાની યોજના છે. ફિલ્મના તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની સાથે હવે બોબી દેઓલ, પુજા હેગડે, કૃતિ સનુન અને કૃતિ ખરબંદાને લેવામા આવી છે. આ ઉપરાંત ટુંકા રોલમાં ઉર્વશી રોટેલા પણ નજરે પડનાર છે.
હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી ચર્ચા ચાલી રહી હતી. જા કે ફિલ્મમાં મોટા ભાગના કલાકારો નવા છે. નિર્દેશક સાજિદ ખાન ફરી એકવાર આ ફિલ્મ સાથે જાડાઇ ગયા છે. તેઓ નિર્દેશન કરવા માટે રાજી થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૩ ફિલ્મ વેળા તેઓ અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-૨ અને હાઉસફુલનુ નિર્દેશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જાડાયેલા રહ્યા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડ્યો હતો. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડ્યો હતો. વર્ષ ૨૦૧૯ની ઇદ પર પર સલમાનન ખાનની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.
હાઉસફુલ સિરિઝના તમામ કલાકારોને રાખવામાં આવી શકે છે. ફિલ્મમાં તમામ ગ્લેમર અભિનેત્રીઓને સામેલ કરવાનો નિર્ણય થયો છે. રેસ-૩ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ બોબી દેઓલની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સાથે સાથે તેની પાસે પોતાના બેનરની ફિલ્મ યમલા પગલા દિવાના પણ છે. હવે હાઉસફુલ-૪ ફિલ્મ પણ તેને હાથ લાગી ગઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY