નર્મદા જીલ્લામાં રકતદાન સંકલ્પ અભિયાનનો ગુરુવાર થી પ્રારંભ થતા રાજપીપળા નગરપાલિકા કર્મીઓ એ પણ રક્તદાન સંકલ્પ લીધો
રાજપીપળા નગરપાલિકા કચેરી ખાતે કોમલબેન પાંજરોલિયા એ હાજર સ્ટાફને લેવડાવ્યો સંકલ્પ
શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર, જાહેર સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો પર નર્મદા જિલ્લાના સ્થાનિકો પાસે સંકલ્પ પત્રો ભરાવવાની શરૂઆત,
રાજપીપળા : નર્મદા જિલ્લામાં રકતદાન વિશે લોકજાગૃત્તિ કેળવવાની સાથો સાથ રક્તદાતાઓની માહિતી એકત્ર કરીને તેના દ્વારા જિલ્લામાં એક ડેટાબેઝ તૈયાર કરવા અને તેના થકી નર્મદા જિલ્લામાં લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને સરળતાથી જે તે ગૃપ મુજબનો લોહીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે તે માટે આજથી રાજપીપળા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રક્તદાન સંકલ્પ અભિયાનનું જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમની પ્રેરક રાહબરી અને માર્ગદર્શન હેઠળ શરુઆત કરવામા આવી છે.જેમાં રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યાની સૂચના મુજબ પાલિકા ખાતે હાજર તમામ વિભાગના કર્મચારીઓને કોમલબેન પાંજરોલિયા એ રક્તદાન સંકલ્પ લેવડાવ્યા હતા અને પોતે પણ લીધા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






