હિમાચલમાં વાંદરાઓનો ભયંકર ત્રાસ, સરકારે ઠાર કરવા વધુ મુદ્દત આપી

0
8

ન્યુ દિલ્હી,તા.૧૬
હિમાચલ પ્રદેશના જંગલી જાનવરોથી ત્રસ્ત વિસ્તારોમાં વાંદરાઓને મારવાની સમય મર્યાદાને વન વિભાગે વધારી છે. વાંદરાઓના ત્રાસમાંથી આઝાદી મેળવવા માટે આ વ‹મગ વિસ્તારોમાં ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી વાંદરાઓને મારવાની કાયદેસરની પરવાનગીને લંબાવામાં આવી છે. વિતેલા મહિનાઓમાં ખેડૂતોએ વાંદરાઓને મારવામાં ખાસ રસ દાખવ્યો ન હોવાથી વન વિભાગે જંગલી જાનવરોથી ત્રસ્ત (વર્મિંગ) વિસ્તારોમાં વાદરાઓને મારવાની તારીખને લંબાવી હતી અને વાંદરાઓને મારવા પર ઇનામની જાહેરાત પણ કરી હતી.
આ વિસ્તારોમાં વાંદરાઓના ત્રાસથી ખેડૂતો ખેતી નથી કરી શકતા. તેથી રાજ્યના ૩૬ તાલુકાઓમાં વાંદરાઓને વ‹મગ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. વર્મિંગ શ્રેણીમાં એ જાનવરોને રાખવામાં આવે છે જે સંપત્તિને નુકસાન પહોંચાડે છે અથવા જેમનાથી ઘાતક બિમારીઓ ફેલાવાની સાથે-સાથે માનવ જીવન માટે ખતરારૂપ ગણવામાં આવે છે.
૨૦૧૭માં હિમાચલ પ્રદેશમાં વાંદરાઓની સંખ્યા ૨ લાખ ૭ હજાર હતી, અત્યાર સુધી ૧ લાખ ૪૦ હજાર વાંદરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૦ હજાર વાંદરાઓની ખસીકરણનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. વન વિભાગ મુજબ ખસીકરણને લીધે વાંદરાઓની સંખ્યા પર અંકુશ મેળવાયો હતો નહીં તો તેમની સંખ્યા ૬ લાખને પાર કરી શકતી હતી.
હમીરપુરમાં વન્ય-પ્રાણી વિભાગના અધિકારી પ્રદીપ ઠાકુરે જણાવ્યું હતું કે વર્મિંગ વિસ્તારોમાં વાંદરાઓને મારવા પર ઇનામની જાહેરાત કરવામાં આવી હોવા છતા બહુ ઓછા લોકોએ તેમાં રસ દાખવ્યો હતો. નવ વિભાગે વાંદરાઓને મારવાની તારીખ લંબાવી છે. આ સાથે વિભાગ એ પણ તપાસ કરી રહ્યુ છે કે વાંદરાઓ મનુષ્ય પર હુમલાઓ કેમ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY