પરવાનો તાજા કરાવી લેવા કારખાના નિયામકની અપીલ
નવસારી, તા.૩૧
મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, બહુમાળી બિલ્ડીંગ, સી બ્લોક, ત્રીજા માળ, જુનાથાણા, નવસારીની યાદી જણાવે છે કે, નવસારી જિલ્લામાં આવેલ કારખાનાધારા -૧૯૪૮ હેઠળ નોîધાયેલ કારખાના માટે વર્ષ-૨૦૧૯ માટે લાયસન્સ રીન્યુઅલ અરજીના નમૂના નં-૩ (બે નકલમાં) જરૂરી ફી નું અસલ ચલણ તથા અસલ લાયસન્સ સહિત તા.૩૧/૧૦/૧૮ સુધી કચેરી સમય દરમિયાન પહોંચતી કરવી. ચલણ તથા ફોર્મ નં-૩ કચેરી સમય દરમિયાન કચેરીમાંથી મેળવી લેવી. આ બાબતમાં વિલંબ થયે લાયસન્સ રીન્યુઅલ અરજી પર ૨૫ ટકા વધારાની ફી ભરવાની થશે તેની નોîધ લેશો.
વધુમાં એકી સાથે વર્ષ-૨૦૧૯ થી વર્ષ-૨૦૨૩ એમ પાંચ વર્ષ માટે પણ લાયસન્સ રીન્યુઅલ અરજી કરી શકાશે. કારખાનાધારા હેઠળની ફી ચલણથી જ ભરી અને અસલ ચલણ રજૂ કરવાની બાબતેંનો્ધ લેવી. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર કારખાનું ચાલું જણાય તો કાયદેસરનની કાર્યવાહીને પાત્ર છે. તા.૩૧/૧૦/૨૦૧૮ ના રોજ જાહેર રજા હોવા છતાં કચેરી ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રખાશે અને સદરહુ અરજી રૂબરૂ કે ટપાલથી પણ સ્વીકારવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





