ઉમરપાડામાં બુટલેગરે એક ખેડૂતને ઢોર માર ફટકાર્યો

0
7

બુટલેગર માનસિંગ વસાવા સામે ફરિયાદ
સુરત, તા.૮
ઉમરપાડા કેવડી ગામ ખાતે જુની અદાવત રાખી બુટલેગરે એક ખેડૂતને ઢોર માર મારી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ખેડૂત યુવકે બુટલેગર સહિત બે ઈસમો સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના કેવડી ગામ ખાતે અમીષ કુમાર મણીલાલ વસાવા રહે છે. ગતરોજ ખેડૂત અમીષકુમાર કેવડી ગામમાંથી પસાર થતા હતા. ત્યારે જુની અદાવત રાખી માનસિંગ વસાવા અને તેનો મિત્ર દિપલાએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ઢોર માર મારી શરીરના હાથ પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે બુટલેગર માનસિંગ વસાવા અને તેના મિત્ર દિપલા સામે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY