રામ મંદિર મુદ્દે હિંદુઓની ધીરજ તૂટશે તો ખબર નહિં શું થશે : ગિરિરાજ સિંહ

0
15

પટના,તા.૨૯
ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાતો જઇ રહ્યો છે. તેમના નિવેદનને લઇ હમેશાં ચર્ચામાં રહેતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહએ રામ મંદિરને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે હિન્દુઓની ધીરજ તૂટી રહી છે, મને ડર છે કે તેનું પરિણામ શું હશે.
ગિરિરાજ સિંહે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે હિન્દુઓને પ્રતાડિત થવું પડે છે. આઝાદી પછી હિન્દુ-મુસ્લિમના નામ પર દેશના ભાગલા પડ્યા. તે સમયે જા કોંગ્રેસે હિન્દુઓની આસ્તાનું કેન્દ્ર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવતી તો આજે આ દુર્દશા થતી નહીં. જવાહર લાલ નેહરૂએ વોટ માટે તેને વિવાદીત બનાવી રાખ્યો હતો. અત્યાર પણ કોંગ્રેસ તેને વિવાદીત બનાવી રાખવા માંગે છે.
તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ કહ્યું હતું કે, અત્યારે નિર્ણય આવશે નહીં, ચૂંટણી આવે છે. એટલે કોંગ્રેસ ઇચ્છે છે મંદિર બનશે નહીં, વિવાદીત બન્યું રહે. અમે વોટ લેતા રહીએ, પરંતુ ૧૨૫ કરોડ હિન્દુઓ હવે રાહ જાવા માટે તૈયાર નથી. જા સીમા તૂટી ગઇ, તો કઇપણ થઇ શકે છે. પછી ભલે સરકાર અધિનિયમ લાવે અથવા કોર્ટ નક્કી કરે છે અયોધ્યામાં રામ મંદિર બનવું જાઇએ. હવે વધુ રાહ જાવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY