હૈદરાબાદ,તા.૨
હૈદરાબાદ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરી રહી હતી ત્યારે અચાનક તેના એન્જીનમાં આગ લાગી. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આગ લાગતા પ્લેનમાં સવાર ૧૪૯ મુસાફરોનો જીવ તાળવે ચોટયો હતો. ત્ન ૯- ૬૦૮ કુવૈતથી હૈદરાબાદ જઝીરા ફ્લાઈટમાં આ ઘટના બની હતી. જા કે, બાદમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
મહત્વનું છે કે, જઝીરા એરબેઝના વિમાનમાં આગ લાગી હતી. કુવૈતથી હૈદરાબાદ આવનારી જઝીરા ફ્લાઇટના લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હતી.
જેને લઇ તુરંત વિમાન ટેક્સી વે પર રોકી દેવામાં આવ્યું હતું અને ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પાયલોટે એન્જિન બંધ કરી દીધી હતું જ્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ ઘટના ગુરૂવારે રાજીવ ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧.૩૦ કલાકે બની હતી. વિમાનમાં ૧૪૯ લોકો સવાર હતા. જા કે, કોઇ જાનહાની થવા પામી ન હતી.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



