ગુજરાતમાં ચાર સહિત દેશભરમાં ૨૦૦ નવી લાઈનો નાંખવામાં આવશે

0
35

બિહારમાં સૌથી વધુ ૩૪ રેલ લાઈનો નખાશે
ન્યુ દિલ્હી,તા.૨
ભારતીય રેલવે દેશભરમાં રેલ નેટવર્કને વિસ્તારવામાં લાગી ગઈ છે. દરેક રાજ્યમાં રેલ લાઈનોના વિસ્તરણ સંબંધી આંકડા સંસદમાં રજૂ થયા છે. રેલવે ખાતાના રાજ્યમંત્રી રાજેશ ગોહેન દ્વારા આ માહિતી અપાઈ હતી. એમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૪ નવી લાઈનો સહિત દેશભરમાં ૨૦૦ નવી લાઈનો નાખવામાં આવી રહી છે.
રેલવે બજેટમાં નવી લાઈનો બનાવવાનો નિર્ણય થયો હતો. આ માટે રાજ્ય સરકારોના વિભિન્ન વિભાગોની મંજૂરીની જરૂર છે. જમીન સંપાદન વન અને વન્ય જીવન જેવી કાયદેસરની મંજૂરી જરૂરી છે. આસામમાં ૧૫ નવી લાઈનો પાથરવામાં આવશે તેમજ આંધ્રમાં ૧૮, બિહારમાં સૌથી વધુ ૩૪, ગુજરાતમાં ૪, છત્તીસગઢમાં ૮, મહારાષ્ટ્રમાં ૧૨, મધ્યપ્રદેશમાં ૮ નવી લાઈનો સ્થપાશે.
એ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં ૧, હિમાચલમાં ૪, ઝારખંડમાં ૧, કેરળમાં ૨ ઓરિસ્સામાં ૧૦, પંજાબમાં ૧૦ નવી લાઈનો નાખવામાં આવશે. રાજસ્થાનમાં ૧૦, પશ્ચિમ બંગાળમાં ૧૮, ઉત્તરપ્રદેશમાં ૧૫, તામિલનાડુમાં ૮ પરંતુ તેલંગણામાં એક પણ નવી લાઈન નહી નખાય. સરકારે એવી માહિતી પણ આપી છે કે, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૨૦૧૭-૧૮માં સરકારે ૨૧ ગ્રીન કોરિડોર બનાવ્યા છે.
રેલવે દ્વારા હવે જૈવ શૌચાલયો વધારવામાં આવી રહ્યા છે. દેશભરમાં જે નવી ૨૦૦ લાઈનો પાથરવામાં આવી રહી છે તે કામ ઝડપથી પૂર્ણ થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY