ભરૂચ શહેર પાંચબત્તી થી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ પર સાઈડની રેલિંગ ધસી પડતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
બે દિવસથી મેઘરાજા દ્રારા વરસી રહેલા વરસાદ ના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ વરસાદ ના કારણે શહેરમાં કેટલીય જગ્યાઓ પર નગરપાલિકા ની પોલ પણ ખોલી નાખી છે.

પાંચબત્તી થી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ પર હાલમાં ઘણાંજ વિવાદોમાં ચાલતું 7 એક્સ કોરિડોર બનતાં પહેલા નગરપાલિકા દ્રારા ગેબીલીયન વૉલના નામ પર ખાડાને પુરાણ કરી નાખવામાં આવ્યું હતું.પરંતુ ગતરાત્રે વરસેલા વરસાદ ના કારણે માર્ગની સાઈડ પરની રેલિંગ એકા એક ધસી જતાં નગરપાલિકા ની પોલ છતી થઈ જવા પામી હતી. માર્ગ પર વચ્ચે આવેલ રેલિંગ ધસી પડવાના કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ
વ્યાપી જવા પામ્યો છે.જોકે નીચે ની બાજુએ રહેણાંક વિસ્તાર આવેલ હોઈ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકા દ્રારા વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થશે તો એની જવાબદારી કોની….??વર્ષ દરમ્યાન ભરતાં સાતમ આઠમ અને મેઘરાજાના મેળામાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા ધંધા અર્થે આવતા હોય છે ત્યારે જો આવી ઘટના થાય તો મોટી જાનહાની થવામાં નકારી શકાય નહીં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






