રાજપીપળા : નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતેની સરકારી બહેરા-મુંગા શાળા ખાતે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિ.વિજ્ઞાપન વિભાગ ગુજરાત રાજ્ય અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન દ્વારા આયોજીત અને જિલ્લા પ્રશાસન નર્મદાના સહયોગથી બે દિવસીય પરીક્ષણ શિબિર જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે તા.૧૮/૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખુલ્લી મુકવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૮ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને યુનીક ડીસએબીલીટી કાર્ડ, શ્રવણ યંત્ર, સિલાઇ મશીન, હાથલારી વગેરે દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં દિવ્યાંગ ભાઇ-બહેનોને તેમની દિવ્યાંગતામાં મદદરૂપ થવા દિવ્યાંગતાના પ્રકાર અને ટકાવારી આધારીત વ્હીલચેર, અંધ માટે ડીઝીટલ લાકડી, સી.પી.ચેર, ડેઇઝી પ્લેયર, સ્માર્ટ ફોન, એમ.આર. કીટ, શ્રવણયંત્ર, ઇલેક્ટ્રીક મોટર સાઇકલ વગેરે તપાસણીના અંતે તેમની યોગ્યતા મુજબના સાધન સહાય વિતરણ કરવામાં આવશે.આ તપાસણી કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન ખોઝા , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર, શાળાના આચાર્ય અને શાળા પરિવાર તથા દિવ્યાંગ ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




