નર્મદા જિલ્લા માં પોલીસ સ્ટાફ ના અભાવે ટ્રાફિક પોલીસ જવાનો ન મુકાતા કાયદાનું પાલન થતું નથી 

0
146

રાજપીપલા:

રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં હાલ કોઈજ ટ્રાફિક પોલીસ ના જવનો ફરજ પર નથી ત્યારે ફક્ત ટ્રાફિક બ્રિગેડ ના જવાનો ના હાથ માં ટ્રાફિક નું સંચાલન સોંપતા સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી કેટલાક વાહન ચાલકો તેમની મનમાની કરતા હોવાથી અકસ્માત ,ટ્રાફિકજામ ની સમસ્યા રોજિંદી જોવા મળે છે જોકે અગાઉના વરસો માં હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ દરેક પોઈન્ટો પર ઉભા રહેતા આ બાબતે કોઈ તકલીફ પડતી નહતી પરંતુ હાલ લાંબા સમય થી ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ હટાવી લેવાતા ફક્ત ટ્રાફિક બ્રિગેડ પાસે વિસલ મારવા સિવાય કોઈજ સત્તા ન હોવાથી કેટલાક વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરતાં હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે અને આડેધડ વાહનો ચલાવતા અકસ્માત પણ વધ્યા છે માટે ફરી ટ્રાફિક પોલીસ તેનાત કરાય તે જરૂરી છે.ખાસ તો ગામના સાંકડા માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો દામેસામે કડક કાર્યવાહી થાય તો મોટી રાહત થાય એમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY