આ અમારી નૈતિક જીત, દેશમાં માત્ર લોકતંત્ર જ બિગ બોસ

0
13

સુપ્રિમના આદેશ બાદ મમતા બેનર્જીનું નિવેદન
મોદી સરકાર અમને કામ નથી કરવા દેતી,હું પ્રાણ ત્યાગી દઇશ પરંતુ પીછેહઠ નહીં કરુ,યોગી યૂપી સંભાળે
ન્યુ દિલ્હી,તા.૫
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મમતા બેનરજીએ તેને પોતાની નૈતિક જીત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. તેમણે કહ્યું કે આ દેશનો કોઇ બિગ બોસ ન હોઇ શકે. માત્ર લોકશાહી જ બિગ બોસ છે. આજે આ ધરણાનો ત્રીજા દિવસ છે. મમતાએ જણાવ્યું હતું કે હું પ્રાણ ત્યાગી દઈશ પરંતું પીછેહઠ નહીં કરું. મોદી સરકાર અમને બરાબર કામ કરવા દેતી નથી. અમારા નેતાઓને જાણી જાઇ હેરાન કરવામાં આવી રહ્યાં છે. મેં બહુ સહન કર્યું છે. અમારા લોકોની બેઇજ્જતી કરાઇ રહી છે. આ સ્થિતિ પર મારું દિલ રડી રહ્યું છે.
મમતાએ કહ્યું કે રાજીવ કુમારે એમ કયારેય નથી કહ્યું કે તેઓ હાજર થશે નહીં. તેમણે કહ્યું કે અમે એક મ્યુચ્યુઅલ જગ્યામાં મળવા માંગીએ છીએ, જા તમે કોઇ સ્પષ્ટીકરણ ઇચ્છો છો તો તમે આવી શકો છો અને અમે તેના પર બેસી શકીએ છીએ.
અમે કયારેય સહયોગ કરવાની ના પાડી નથી. સીબીઆઈ નોટિસ વગર કમિશનરના ઘરે ગઇ હતી. તેમણે કહ્યું કે તેઓ માત્રા રાજીવ કુમાર માટે નહીં પરંતુ તમામ દેશવાસીઓ માટે ધરણા પર બેઠા છે જે મોદી સરકારના અત્યાચારથી પરેશાન છે.
કેન્દ્ર-રાજ્ય સરકારના કામમાં દખલ કરી રહ્યાં છે. કેન્દ્ર સંવિધાનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. મોદી હટાવો, દેશ બચાવોના નારા આપતા મમતા એ કહ્યું કે ૨૦૧૯મા દેશની દરેક વ્યક્તિ પીએમ હશે. તેમણે કહ્યું કે મોદીજી એ સંવિધાનને નષ્ટ કરી દીધું, ગણતંત્રને નષ્ટ કરી દીધું. મારું કહેવું છે કે મોદી હટાવો અને દેશ બચાવો.
તેમણે કહ્યું કે હું સીબીઆઈના અધિકારીઓ કે પછી કોઇપણ એજન્સીની વિરૂદ્ધ નથી. મારું કહેવું છે કે આ લોકોએ રાજકીય દબાણમાં કામ કરવું જોઇએ નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY