વેપારી પાસેથી ૩ લાખની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર

0
7

વડોદરા,તા.૨૨
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બપોરે એક વાગ્યે બાઇક પર જઇ રહેલા વેપારીને આંતરી ૩ લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી ખાતે ઈંટોનો ભઠ્ઠો ચલાવતા મહેતાબ ખાન પઠાણ બપોરે પોતાના કર્મચારીઓનો પગાર કરવાનો હોવાથી એચડીએફસી અને એક્સિસ બેંકમાંથી ૩ લાખ રૂપિયા ઉપાડીને નવાયાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક પાછળથી આવેલા બે બાઇક સવારોએ વેપારીને ચાલુ બાઇકે લાત મારી હતી, જેથી વેપારી મહેતાબ ખાન નીચે પટકાયા હતા. જેથી લૂંટારાઓ વેપારી પાસે બેગમાં મુકેલા ૩ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે ભારે નવાયાર્ડ વિસ્તારમાં લોક ટોળા જામ્યા હતા. ફતેગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વેપારી ની પૂછપરછ હાથ ધરી હતી અને વેપારીની ફરિયાદ નોંધી
સીસીટીવી ફુટેજને આધારે લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY