તાપી નદીને શુધ્ધ કરવાનુ અભિયાન ધીમુ પડી ગયુ

0
186

કોર્પોરેશનનો સ્ટાફ હટાવાતાની સાથે જ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ પણ ઠંડો પડી ગયો

સુરત ભાજપ પ્રમુખ દ્વારા શરૃ કરવામાં આવેલા તાપી શુધ્ધિકરણ અભિયાનના  બીજા દિવસે મ્યુનિ.નો સ્ટાફ હટાવી લેતાં સફાઈ કામગીરી પર અસર જોવા મળી રહીછે. બીજા દિવસે ભાજપના કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થા પણ ઓછી દેખાતા સફાઈની કામગીરી મંદ પડી ગઈ હતી. હવે જો ભાજપના કાર્યકરો ન આવે તો તાપી સફાઈની કામગીરી આવી જ મંદ પડી શકે છે. રામ નવમીના દિવસે મોટા ઉપાડે શરૃ કરાયેલું તાપી શુધ્ધિકરણ અભિયાન બીજા દિવસે  ઢીલું જોવા મળ્યું હતું.  પહેલા દિવસે મ્યુનિ.તંત્રએ સ્ટાફ સાથે મશીનરી બન્ને ફાળવી હતી ઉપરાંત અભિયાનનો પહેલો દિવસ હોવાથી ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. જેના કારણે પહેલા દિવસે મ્યુનિ. ંતત્ર અને ભાજપે મળીને ૩૦૪૧ મેટ્રીક ટન જળકુંબી બહાર કાઢી હતી. પહેલા દિવસની સફાઈ બાદ થોડા જ દિવસમાં તાપી શુધ્ધિકરણ અભિયાનના કારણે તાપી નદીના વિયરનો મોટા ભાગનો વિસ્તાર જળકુંભીથી મુક્ત થાય તેવી ગણતરી થતી હતી પરંતુ બીજા દિવસે મ્યુનિ.ને મશીનરી ફાળવી પણ  સોમવાર રૃટીન દિવસ હોવાથી સ્ટાફ પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ આજે બીજા દિવસે ભાજપના કાર્યકરો પણ ઓછી સંખ્યામાં દેખાયા હતા જેના કારણે જળકુંભી ૮૮૬ મેટ્રીક ટન જ નિકળી હતી.  ભાજપે ૬ એપ્રિલ સુધી તાપી શુધ્ધિકરણ અભિયાની જાહેરાત કરી છે પરંતુ બીજા જ દિવસે કાર્યકરોની પાંખી હાજરી જોવા મળતા શહેર ભાજપ પ્રમુખને પરસેવો વળી ગયો છે.  ભાજપે સ્વંયસેવી સંસ્થાઓ તથા અન્ય એકમોને સફાઈ અભિયાનમાં જોડાવવા મોટી અપીલ કરી છે. જો તાપી શુધ્ધિકરણ અભિયાનમાં  ભાજપના કાર્યકરોની સંખ્યા ઘટતી જાય તો સફાઈ અભિયાનમીં નિકળતી વનસ્પતિનો જથ્થો પણ ઘટતો જશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY