ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો

0
7

વડોદરા,તા.૨૦
ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર થયેલા દીપ પટેલે દેવામાંથી બહાર નીકળવા માટે ઉદ્યોગપતિ પિતરાઇ ભાઇના માસુમ પુત્રનું અપહરણ કરીને હત્યા કરવાની નનામા પત્ર દ્વારા ધમકી આપી હતી. અને રૂપિયા ૨૫ લાખ પડાવવાનો કારસો રચ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઓપરેશન નાઇટ રાઇડર્સ દ્વારા ભેજાબાજ યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા ઉદ્યોગપતિ વિશાલ પટેલને નનામા પત્ર દ્વારા ધોરણ-૧માં અભ્યાસ કરતા મોટા પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા ૨૫ લાખની માંગણી ઉદ્યોગપિતના માસીના પુત્ર દીપ પટેલે આપી હતી. જેની ક્રાઇમ બ્રાંચ દ્વારા બનાવવામાં આવેલી પી.એસ.આઇ. એ.આર. ગોહિલ, કે.આઇ. જાડેજા અને એસ.આર. મુછાલ સહિત ૨૫ જવાનોએ ઓપરેશન નાઇટ રાઇડર્સ હાથ ધર્યું હતું. જેઓએ લાલબાગ બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઓપરેશન માટે ખાસ વોટ્‌સએપ ગૃપ બનાવ્યું હતું.
ડી.સી.પી.એ જણાવ્યું કે, આરોપી દીપ પટેલ ઇ.સી. થયેલો છે. તેણે તેના ભાગીદાર દ્વારા ઇલેકટ્રોનિક્સનું નાનું યુનિટ શરૂ કર્યું હતું. ભાગીદાર છૂટો થયા બાદ તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આ ઉપરાંત ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવામાં પણ તેને દેવું થઇ ગયું હતું. આ દેવામાંથી બહાર નીકળવા માટે તેણે તેના માસીના ઉદ્યોગપતિ પુત્ર વિશાલ પટેલના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા ૨૫ લાખ પડાવવા માટેનો કારસો રચ્યો હતો. પરંતુ, તે સફળ થાય તે પહેલાં તેણે દબોચી લેવામાં આવ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY