ભુજ કલેકટરશ્રી ના નિવાસ સ્થાન સામે આવેલા ૫૫૦ વર્ષ જૂના પ્રાચીન સ્વયંભૂ એક જ શિખરમાંં બેે મહાકાય શિવલીંગ ધરાવતા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી લાયસન્સ વગર ફરસાણ બનાવવાનું કારખાનું ચલાવી રહેલા ભૂમાફિયા નવીન સોની મહાજન પરીવારજનોના દસ પંદર સભ્યો દ્વારા આ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના મહંત હરેશગર માયાગર ગુંસાઈ પર ઘાતકી હિન કૃત્ય જેવો ગંભીર હુમલો કર્યો હતો પણ આ યુવાન મહંત મજબૂત કસાયેલા બાંધાના ફૂર્તીલું શરીર ધરાવતા હોઈ પોતાનો આબાદ બચાવ કરી જાણયો હતો જેના પગલે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ગઈકાલે રાત્રે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બનવા પામી હતી આ અંગે મંદિરના સત્સંગીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે તથા આ ઘટના સંદર્ભે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બળવતર કરી આ હુમલાખોરો પર શહેરના લોકો આક્રોશ સાથે ફીટકાર વરસાવી રહયાં છે અને આ ભૂમાફિયા દબાણકારને જીલ્લાના સમાહર્તા તાત્કાલીક અસરથી તટસ્થ તપાસ હાથ ધરી દૂર કરે તેવી રજૂઆત થકી માંગ કરી છે ત્યારે જીલ્લા સમહર્તા ના રહેણાંકના સામેજ આવા હુમલાની ઘટના બનવા પામે તેપણ તંત્ર માટે લાલબતી સમાન કિસ્સો લોકો ઘણાવી રહયાં છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





