નિલગીરીમાં શિક્ષણ સમિતિની શાળાના વાલી દિવસની કરાયેલી ઉજવણી

0
14

કન્યા કેળવણી પર ભાર મુકતા સાંસદ સી.આર. પાટીલ
સુરત, તા.૨૭
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા દરેક ઝોનïમાં વાલી દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે લીંબાયત ઝોનમાં આવેલ નીલગીરી મેદાનમાં ઝોન-૪ની વાલી દિનની ઉજવણી કરવામાં આવેલ તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ન.પ્રા.શિ. સમિતિ દ્વારા શાળાના બાળકોને મળતાં લાભની ઝાંખી તથા સરકારની વિવિધ યોજનાઅોને લગતા કાર્યક્રમની વિગત દર્શાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવનાર બાળકો અને શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ચેરમેન પોતાના વક્તવ્યમાં કહ્નાં હતું કે, સુરત શહેરના વિવિધ ભાષાના લોકો માટે તેમની ભાષાની શાળા શરૂ કરી તેમને જ્ઞાન પીરસ્યુ તથા બજેટમાં પણ બાળકને સારી સુવિધા મળે તે માટે પ્રાવધાન મુક્યુ છે તથા લીંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા ન.પ્રા.શિ. સમિતિની કામગીરીની પ્રશંસા કરવામાં આવી તથા સાળાના ગરીબને મધ્યમ વર્ગના બાળકો સમિતિની શાળાના બાળકો જાણીને ઉંચુ સ્થાન પામે તેવી આશા વ્યક્ત કરી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલો સરકારની વિવિધ યોજનાઓ અને સુવિધા અંગે જાણકારી આપી તથા કન્યા કેળવણી પર તાર આપવા કહ્યું તથા બાળકોની ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા તથા મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY