સુરત,તા.૧૭
સુરત જિલ્લાના કામરેજના શેખપુરથી સાયલ જતા રોડ ઉપર પોતાની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં કૌટુંબિક કાકાએ ભત્રીજા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરતા કામરેજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે પાવર હાઉસની સામે પેટેનિયમ હાઇટ્સ મકાન નં.૧૦૦૪માં રહેતા હિતેશ ગીલાભાઈ ગાંગાણી (ઉં.વ.૩૩) કન્સ્ટ્રક્શનના ધધા સાથે સંકળાયેલા હોવાથી શુક્રવારે કાર લઇ ઘરેથી નીકળી શેખપુર ગામે શિવદર્શન સોસાયટી ખાતે બાંધકામ સાઇટ ઉપર જઇ રહ્યા હતા.
દરમિયાનમાં શેખપુરથી સાયણ જતા રોડ ઉપર એક અજાણ્યા ઇસમે હિતેશભાઈની કારની સામે બાઇક ઊભી રાખી રોડ ઉપર સૂઇ જતા હિતેશભાઈએ કાર ઊભી રાખી હતી. શંકા જતા હિતેશભાઇ ફોન કરીને પોતાના ભાઇના સાળા નટુભાઇને બોલાવે તે પૂર્વે અજાણ્યા ઇસમે લોખંડનો હથોડો લઇ ગાડીનો કાચ ઉતારવાનો ઇશારો કરી નીચે ઉતરવાનું કહ્યા બાદ હિતેશભાઇને ગાડીમાંથી ખેંચી માથાના ભાગે હથોડો માર્યો હતો.
બાદમાં હિતેશભાઇ ઉપર અન્ય બીજા બે અજાણ્યા ઇસમોએ પાઇપથી ઘા કરી ધમકી આપી હતી. આ શખ્સોનો અવાજ પોતાના કૌટુંબિક કાકા લાલજીભાઇ મનજીભાઇ ગાંગાણીનો હોવાનું હિતેશભાઇએ જણાવ્યું હતું. જાકે, આ ઝપાઝપીમાં હિતેશભાઇના સાળા નટુભાઇ આવી પહોંચતા ચાર હુમલાખોર પૈકી એક ઇસમે નટુભાઇને ધમકાવતા તેઓ યુટર્ન મારી જીવ બચાવી નાસી ગયા હતા.
જ્યારે હિતેશભાઇ જેમ તેમ કરી શેખપુર ગામે સરપંચ પિંકેસભાઇના ઘરે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હિતેશભાઇને કામરેજ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



