મી-ટુ ઈફેક્ટ : સેક્રેડ ગેમ્સની સિકવલ પડતી મૂકાય તેવી સંભાવના

0
41

મુંબઈ,તા.૧૩
અભિનેતા નવાઝુદ્દીનને મુંબઇની અંધારી આલમના દાદા તરીકે રજૂ કરતી સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની સિક્વલ પડતી મૂકાય એવી શક્્યતા હોવાની માહિતી મળી હતી.
આ સિરિઝ નેટફ્લીક્સ દ્વારા બનાવાયેલી પહેલી ભારતીય મૌલિક સિરિઝ હતી જેમાં સૈફ અલી ખાને પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. નવાઝુદ્દીને કહ્યું હતું કે આ સિરિઝના મારા પાત્રે મને રાતોરાત દુનિયાભરમાં જાણીતો કરી દીધો હતો.
આ સિરિઝનું ડાયરેક્શન કરનારા વિકાસ બહલ અને સ્ક્રીપ્ટ રાઇટર વરુણ ગ્રોવર સામે સ્ત્રીઓ જાડે ગેરવર્તન કરવાના આક્ષેપો થયા છે. આ સિરિઝ ફેન્ટમ ફિલ્મ્સના નેજા તળે બની હતી જેમાં વિકાસ બહલ પણ એક ભાગીદાર હતો.
જા કે ગયા પખવાડિયે આ કંપનીનું વિસર્જન થઇ ગયું હતું અને ચારે ભાગીદારો વિક્રમાદિત્ય મોટવાની, મધુ મન્ટેના, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ છૂટા પડી ગયા હતા. પરંતુ વિકાસ પર એક કરતાં વધુ મહિલાઓએ કરેલા આક્ષેપને ધ્યાનમાં રાખીને નેટફ્લીક્સ અને સિરિઝના સર્જકોએ સેક્રેડ ગેમ્સની સિક્વલનો વિચાર પડતો મૂક્્યો હોવાની માહિતી મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY