મુંબઈ,તા.૧૨
બોલીવુડના ફિટનેસ માટે જાણીતા અનિલ કપૂર પોતાનું વજન વધારશે. આવુ કરવા પાછળ આ કારણ જવાબદાર છે. વાત જાણે એમ છે કે ડાયરેક્ટર કરણ જાહરની આગામી ફિલ્મ માટે અનિલ કપૂર પોતાનો વજન વધારી રહ્યા છે. આ રોલ એટલો દમદાર છે કે અનિલ કપૂર વજન વધારવા તૈયાર થઈ ગયા છે. આ માટે તે ખાસ ડાયટ ફોલો કરી તેનું વજન વધારશે.
એક રિપોર્ટ અનુસાર કરણ જાહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં અનિલ કપૂર શાહજહાંની ભુમિકા નિભાવશે. આ રોલ માટે તે પોતાનું વજન વધારી રહ્યા છે. કરણ જાહરની આ ફિલ્મમાં રણબીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાન્હવી કપૂર અને અનિલ કપૂર મહત્વપૂર્ણ ભૂમિકા કરી રહ્યા છે.
આ ફિલ્મ તેની સ્ટાર કાસ્ટ અને બેનરના કારણે ઐતિહાસિક ફિલ્મ ચર્ચામાં છે. કહેવાય છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. કરણ જાહરે ખુદે આ વાતની પુષ્ટી કરી હતી. આ ફિલમ ઈતિહાસની કહાની પર આધારિત છે. ફિલ્મમાં ઈતિહાસની ગરિમાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
કરણ જાહરે આ ફિલ્મ અંગે કહ્યું હતુ કે આ ફિલ્મ સત્ય ઐતિહાસિક ઘટના પર આધારિત છે, આ પુરી રીતે ઈતિહાસ પર આધારિત છે એટલે ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે.હાલ તો આ ફિલ્મને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




