બેંક પોતાની પ્રતિષ્ઠા અને રેગ્યુલેટરી એક્શનના જોખમનો સામનો કરી રહી છે

0
122

ચંદા કોચર કેસ મુદ્દે આઈસીઆઈસીઆઈ બેન્કનું નિવેદન
ન્યુ દિલ્હી,તા.૨
આઈસીઆઈસીઆઈ બેન્કે સ્થાનિક અને વિદેશી શેરધારકોને સાવધાન કરતા જણાવ્યું કે બેંક પોતાની પ્રતિષ્ઠા અને રેગ્યુલેટરી એક્શનના જોખમનો સામનો કરી રહી છે. બેંકના સીઈઓ ચંદા કોચર વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ મામલે રિસ્ક ફેક્ટરના રૂપમાં રેખાંકિત કર્યું છે. ત્યારે આની વચ્ચે આરબીઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સંદીપ બક્ષીની નિયુક્તિ પર મહોર મારી દીધી છે.
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે એન્યુઅલ રિપોર્ટ ફાઈલ કર્યો હતો. જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે US GAAP અંતર્ગત બેલેન્સ શીટ સિક્યોરિટીઝ એક્સચેંજ કમિશન પાસે જમા કરાવવામાં આવી છે.
યૂએસ ફાઈલિંગમાં બેંકે રેગ્યુલેટરને જણાવ્યું કે અમે થોડા સમય પહેલા જ ચંદા કોચર અને તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોના કારણે નેગેટિવ પબ્લિસિટીનો સામનો કરવો પડ્યો છે. આમાં એ પણ કહેવાયું છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નિર્દેશ પર બેંકની ઓડિટ કમિટીએ સ્વતંત્ર તપાસ બેસાડી છે જેની આગેવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએન શ્રીકૃષ્ણ કરી રહ્યા છે. કોચર વિરૂદ્ધ લાગેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY