ભાજપ પર લગાવ્યો મદદ નહીં કરવાનો આરોપ
કોલકાત્તા,તા.૨૩
બીજેપીની ટ્રિપલ તલાક અભિયાનની પોસ્ટર ગર્લ ઈશરત જહાં પાર્ટીથી નારાજ છે. તેમનો આરોપ છે કે, તેમણે બીજેપી માટે ઘણું કામ કર્યું છે તેમ છતા પાર્ટીના નેતા તેમના આંખ આડા કાન કરી રહ્યા છે. આ સંજાગોમાં તેમણે બીજેપીનો સાથ છોડવાનો નિર્ણય કરી લીધો છે. નોંધનીય છે કે, ટ્રિપલ તલાક અભિયાન દરમિયાન ૨૦૧૮માં ઈશરત જહાં બીજેપીમાં સામેલ થઈ હતી.
ઈશરતે જણાવ્યું કે, હું એક વર્ષથી પાર્ટી માટે કામ કરુ છું. રોજ પાર્ટી ઓફિસ જઉં છું અને મીટિંગમાં પણ હાજર રહુ છું. તેમ છતા પાર્ટીએ કદી મારી કોઈ મદદ નથી કરી. પાર્ટીના કામના કારણે મારો ઘણો સમય બરબાદ થાય છે અને સીવવાના નવા કામનો ઓર્ડર પણ નથી લઈ શકતી. મારી હાલની સ્થિતિ જોઈને હવે મેં બીજેપી છોડવાનો નિર્ણય કર્યો છે. આ વિશે બીજેપીના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, મને તેમની આ સ્થિતિનો અંદાજ નહતો. જાઈએ હવે પાર્ટી શું કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



