વડાપ્રધાને સુરક્ષાદળોને જરૂરી પગલા લેવાની છૂટ આપી છેઃ પ્રકાશ જાવડેકર

0
3

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતે મંગળવારે એલઓસી પાર કરીને પીઓકેમાં જૈશના આતંકી ઠેકાણોઓને નષ્ટ કરી દીધા હતા. કેન્દ્રી માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પાકિસ્તાનની અંદર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલા હુમલાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર સશસ્ત્ર દળોની સાથે છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે આ જરૂરી હતું… આ મહા પરાક્રમની એક કાર્યવાહી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા ત્યારથી જ પીએમ મોદીએ સુરક્ષાદળોને જરૂરી પગલા લેવાની છૂટ આપી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY