સુરત,તા.૨૧
રાફેલનો મુદ્દો હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાફેલ પર રાહુલ ગાંધીએ ખૂબ પ્રચાર કર્યો હતો, સંસદની અંદર – બહાર, ચૂંટણી પ્રચાર અને કોર્ટમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ હવે લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગયો છે. સુરતના બે મોદી સમર્થકોએ પોતાના લગ્નની કંકોત્રીમાં રાફેલની કેટલીક વાતો લખી સાચી હકીકત જણાવવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ આ રાફેલ કંકોત્રીની પ્રશંસા કરી. તેમણે પત્ર મોકલીને જણાવ્યું કે આવા પ્રયાસોથી કામ કરવાની શÂક્ત મળે છે. આ કંકોત્રીને તેમણે સૌથી વાઈરલ અત્રે જણાવવાનું કે આ લગ્ન પત્રિકામાં રાફેલના ફોટા સાથે લખાણ કરવામાં આવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ મહેમાનોએ ઉપહાર લાવવો નહીં ! અને જા તેઓ તેમને ઉપહાર આપવા જ માંગતા હોય તો ૨૦૧૯ની ચૂંટણીમાં મોદીને વોટ આપવા અપીલ પણ કરી હતી. આ યુવક અને યુવતીના એટલે કે ૨૨મી જાન્યુઆરીના રોજ લગ્ન છે. આ કંકોત્રીને ધ ગુજરાત બુક ઓફ રેકોડ્ર્સમાં ઈન્ડિયાઝ મોસ્ટ વાઈરલ વેડિંગ કાર્ડ (રાફેલ કાર્ડ) તરીકે ગણાવવામાં આવી છે.
સુરતમાં રહેતો યુવરાજ પોખરાણા વ્યવસાયે એન્જીનિયર છે. આ સાથે જ તે આઈઆઈટીના કોચિંગ ક્લાસ ચલાવી દર વર્ષે ૧૦ જેટલા વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં ભણવા માટે તૈયાર કરે છે, હાલમાં જ તેના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે નક્કી થયા છે, બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાકા સમર્થક છે. તેઓ પોતાના સમાજ, પરિવાર અને દેશના લોકોએ ચર્ચાસ્પદ રહેલા રાફેલ મુદ્દે સાખી વાત કહેવા માંગતા હતાં, જેના માટે સાક્ષીએ યુવરાજને આઈડિયા આપ્યો કે લગ્નની કંકોત્રીમાં જ રાફેલ વિશેની હકીકત લખવામાં આવે. હવે કંકોત્રી લોકોને આપવામાં આવી છે ત્યારે યુવરાજની લગ્નની કંકોત્રીને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





